રાજયભરમાં રેમડેસીવીર ઇન્જેકશનનાં,કાળા બજાર કરનાર સામે ૨૩ ગુનાઓ નોંધી, ૫૭ લોકોની કરાઇ છે ધરપકડ

રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનનાં કાળા બજાર કરનાર સામે ૨૩ ગુનાઓ નોંધી ૫૭ લોકોની ધરપકડ કરાઇ છે.જેમાં મોરબીમાં રૂ. ૫૮ લાખની કિંમતના ૧૨૧૧ નંગ નકલી રેમડેસિવિર ઇન્જેકશન સાથે 6 આરોપીને પકડી તેમની પાસેથી રૂ. ૧૯ લાખની રોકડ જપ્ત કરાઇ છે.

મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનના ગુજરાત વ્યાપી રેકેટનો મોરબી પોલીસ દ્વારા પર્દાફાશ કરી કુલ છ શખ્સોને રૂ. ૨,૭૩,૭૦,૫૭૦/- ના મુદામાલ સાથે ઝડપી લેવાયા છે.મોરબીમાંથી 41 જેટલા ઇંજેકશન સાથે ઝડપી લેવાયા છે.ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તે અમદાવાદના જૂહાપુરામાં રહેતા આશીફ પાસેથી આ ઇંજેકશન લાવ્યા હોવાનો પર્દાફાશ થયો

આ ઉપરાંત અમદાવાદમાં વોચ દરમિયાન ભાડાની ટાવેરા કારમાં સિરાજખાન ઉર્ફે રાજુ પઠાણ ૨૦૦૦ નંગ ઇન્જેક્શનનો જથ્થો રાખી કાર મૂકી નાસી ગયો હતો.આમ પોલીસે છ આરોપીને ઝડપી લીધા છે તો આરોપી સિરાજખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ અને કલ્પેશકુમાર પ્રજાપતિ જે હાલમાં ફરાર છે જેને ઝડપા પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.