જો તમે બચત કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે ઓછું રોકાણ કરીને પણ, કમાઈ શકો છો વધુ રકમ

જો તમે બચત કરવાનું પ્લાનિંગ (Investment Planning) કરી રહ્યા છો તો તમે ઓછું રોકાણ કરીને પણ વધુ રકમ કમાઈ શકો છો. તેના માટે આપને યોગ્ય સ્થળે, યોગ્ય રોકાણનું પ્લાનિંગ કરવાની સમજ હોવી જોઈએ. જો તમે યોગ્ય રીતે રોકાણ કરો તો રોજ 50-50 રૂપિયા કરીને થોડાક વર્ષોમાં જ 50 લાખ રૂપિયાનું ફંડ ઊભું કરી શકો છો. તેના માટે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) સારું ઓપ્શન છે. અહીં તમે ઓછું રોકાણ કરીને વધુ નફો (Profit) મેળવી શકો છો.

એક્સપર્ટ કહે છે કે આપને ત્યાં રોકાણ કરવું જોઈએ જ્યાં સારું રિટર્ન મળે. તેના માટે મ્યુચ્યુઅલ ફંડ એકદમ યોગ્ય છે. ફિક્સ્ડ ડિપોઝીટ  કે પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમ માં જો તમે રોકાણ કરો તો આપને 7-8 ટકાથી વધુ રિટર્ન નહીં મળે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં આપને વાર્ષિક 12-15 ટકા રિટર્ન સરળતાથી મળી શકે છે.

50 લાખ રૂપિયાનું ફંડ ઊભું કરવા માટે તમે SIPના માધ્યમથી રોકાણ કરી શકો છો. SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. અહીં તમે દર મહિને થોડા-થોડા નાણાનું રોકાણ કરી શકો છો. ફ્રેન્કલીન ટેમ્પલટન ઓફ ઈન્ડિયાની વેબસાઇટ પર એક કેલકુલેટર આપવામાં આવ્યું છે.

તે મુજબ જો કોઈ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં દર મહિને માત્ર 1000 રૂપિયાનું જ રોકાણ કરે છે તો 20 વર્ષ બાદ તેની પાસે 20 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. અહીં 12 ટકાનું રિટર્ન માનવામાં આવે છે. જો કોઈ દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરે છે તો 20 વર્ષમાં તેની પાસે લગભગ 5 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.