કોવિડ કેર સેન્ટરમાં છેલ્લા પાંચ દિવસથી, સારવાર લઇ રહેલા એક દર્દીના પુત્ર,કારાવદરા ભરતભાઇએ કહ્યુ કે…..

પોરબંદર જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જેમા કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરીયાત મુજબની તમામ સારવાર આપવામાં આવે છે. પોરબંદર સાંદિપની આશ્રમ પાસે આવેલા આત્મા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં કુલ 11 રૂમમાં 76 બેડ કાર્યરત છે.

કોવિડ કેર સેન્ટરમાં છેલ્લા પાંચ દિવસથી લારવાર લઇ રહેલા એક દર્દીના પુત્ર કારાવદરા ભરતભાઇએ કહ્યુ કે, મારા પાપા છેલ્લા પાંચ દિવસથી અહીં સારવાર મેળવી રહ્યા છે. 24 કલાકમાં ગમે ત્યારે મારા પાપાને ઓક્સિજનની જરૂર પડે ત્યારે તાત્કાલિક ડોકટર દ્રારા ઓક્સિજન આપવામાં આવે છે. ઓક્સિજનનો 6 કિલોનો બાટલો દર્દીઓના બેડ પાસે જ રાખવામાં આવે છે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તુરંત સારવાર આપવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.