ત્રીજી લહેર બીજી કરતા વધારે ખતરનાક તો નથી ને, દુનિયાના વૈજ્ઞાનિકો ત્રીજી લહેરને લઈને ચિંતિત છે, કેમ કે…

એક મોટી જનસંખ્યાને રસી લગાવી સતત ત્રીજા લહેરની અસરને ઓછી કરવાની સંભાવનાઓ પર ચર્ચા શરુ થઈ છે.

સીએસઆઈઆરના મહાનિર્દેશક ડો. શેખર માંડે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને યોગ્ય ગણાવતા કહ્યુ કે દુનિયાના વૈજ્ઞાનિકો આને લઈને ચિંતિત છે. તેમણે કહ્યુ કે ત્રીજી લહેરને સ્પેનિશ ફ્લૂ જેટલુ ખતરનાક થતા અટકાવી શકાય છે.

તેમના અનુસાર બધી રસી મળીને સમગ્ર વિશ્વને રસીના ડોઝ પુરા પાડવા સક્ષમ છે.

એસબીઆઈની તાજા ઈકોરેપ રિપોર્ટમાં ડો. શેખરના દાવાનું સમર્થન કર્યુ છે.  આ રિપોર્ટમાં દુનિયાના વિભિન્ન દેશોમાં રસીકરણના અનુભવોના આધાર પર દાવો કરવામાં આવ્યો છે કે કોઈ પણ દેશમાં 15-20 ટકા જનસંખ્યાને બન્ને ડોઝ લાગ્યા બાદ સંક્રમણની સ્પીડમાં સ્થિતતા આવશે. ભારતની હાલની સ્થિતિ અને ભવિષ્યની તૈયારીઓના આધારે એસબીઆઈએ ઓક્ટોબર સુધી દેશમાં લગભગ 105 કરોડ ડોઝ ઉપલબ્ધ થવાનો દાવો કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.