રાચીં:ભારતમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. દિવાળી પહેલાં ટીમ ઇન્ડીયાએ દેશને સૌથી મોટી ભેટ આપી છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલી એન્ડ કંપનીએ સાઉથ આફ્રીકાના 3-0થી સૂપડા સાફ કરી દીધા છે. મંગળવારે રાંચી ટેસ્ટના ચોથા દિવસે ભારતે સાઉથ આફ્રીકાને ઇનિંગ અને 202 રનથી પરાજય આપી દીધો છે. ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ભારતને ફ્રીડમ ટ્રોફી સોંપવામાં આવી.
ભારતીય ટીમે ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ 203 રનથી જીતી લીધી હતી. ત્યારબાદ પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ ઇનિંગ તથા 137 રનથી પોતાના નામે કરી લીધી હતી. ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે સાઉથ આફ્રીકાને ઇનિંગ અને 202 રનથી પરાજય આપી દીધો છે. આમ, તેણે સીરીઝમાં ક્લીન સ્વીપ કરી લીધી છે.
ભારતે દક્ષિણ આફ્રીકા સાથે અત્યાર સુધી 13માંથી ત્રણ ટેસ્ટ સીરીઝ જીતી છે. હવે દક્ષિણ આફ્રીકાને ક્લીન સ્વીપ કરીને ચોથી સીરીઝ પોતાના નામે કરી છે. દક્ષિણ આફ્રીકાએ ભારતને સાત વખત ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું છે. બાકી ત્રણ સીરીઝ ડ્રો થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.