ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણી,બંગાળમાં મમતા બેનર્જી જ ફરી બનાવશે સરકાર

બંગાળમાં માનવામાં આવી રહ્યું હતું કે મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે પરંતુ પરિણામોમાં એવું જોવા મળી રહ્યું નથી. બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ આરામથી ત્રીજી વાર સત્તામાં આવશે. જોકે મમતા બેનર્જી માટે ચિંતાની વાત છે તેઓ પોતે જે સીટ પરથી લડ્યા છે, તે નંદીગ્રામમાં અધિકારી મમતા બેનર્જી કરતાં સવારથી આગળ જ ચાલી રહ્યા છે.

મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર જોવા મળી રહી છે પરંતુ ભાજપની હાર નિશ્ચિત દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે મમતા બેનર્જી માટે કેમ્પેન કરનારા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ભાજપ ત્રણ અંકને પાર નહીં કરી શકે, અને તેમની આ ભવિષ્ય વાણી સાચી પડતી દેખાઈ રહી છે

લેફ્ટ તથા કોંગ્રેસના વોટ જ તૂટીને ભાજપમાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. જે રાજ્યમાં લેફ્ટ પાર્ટીએ દાયકાઑ સુધી રાજ કર્યું તેમાં લેફ્ટને એક બેઠક, માત્ર એક બેઠક માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.