પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં શરુઆતમાં જે ટ્રેન્ડ જોવા મળ્યો છે તે પ્રમાણે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી તરફ છે અને ભાજપની લીડ 100 કરતા ઓછી બેઠક પર રહી ગઈ છે.
આ સ્થિતિમાં હવે મમતા બેનરજીના કેમ્પેઈન મેનેજર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડશે કે કેમ તેના પર બધાની નજર છે.
આજે પણ તેમના એકાઉન્ટ પર આ ટ્વિટ છે અને તેમણે ફરી પણ કહ્યુ હતુ કે, જો ભાજપે ડબલ ડિજિટથી આગળ બેઠકો મેળવી તો હું ચોક્કસ બંગાળ છોડી દઈશ.
સવારે 11 વાગ્યા સુધીની મતગણતરી પ્રમાણે તો ભાજપને 100 કરતા નીચે બેઠકો મળી રહી છે.આ સંજોગોમાં પ્રશાંત કિશોરનો દાવો સાચો પડતો દેખાઈ રહ્યો છે. જોકે ભાજપ 100 કરતા ઓછી બેઠકો મેળવશે કે કેમ તે હજી કહેવુ વહેલુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.