સોનુ સૂદની સામે રડી પડી ભારતી સિંહ,ભારતીએ કહ્યું કે હવે તે મા નહીં બને

શનિવારે કલર્સ ચેનલ પર આવતા રિયાલિટી શો ડાન્સ દિવાનેના સેટ પર કંઈક એવું થયું કે ભારતી ધ્રુસકેનને ધ્રુસકે રડવા લાગી.

ભારતીને આ રીતે રડતા જોઈને ત્યાં જજની ખુરશી પર બેઠેલો સોનુ સૂદ અને નોરા ફતેહી પણ તેમના આંસૂ રોકી શક્યા નહીં.

શનિવારે ડાન્સ દિવાનેના સેટ પર સ્પેશલ ગેસ્ટ બની સોનુ સૂદ પહોચ્યો હતો. આ સંકટ સમયમાં સોનુએ હજારો લોકોની મદદ કરી છે. લોકડાઉનમાં તેણે અનેક લોકોને તેમના ઘરે પહોચાડવામાં મદદ કરી છે. તો બેરોજગારને નોકરી અપાવી છે, સોનુ સૂદે તેનાં ફાઉન્ડેશન દ્વારા લોકોની ખૂબ જ મદદ કરી છે. એવામાં શનિવારના એક એપિસોડમાં ઘણાં ડાન્સ પરફોર્મન્સમાં કોરોના અને તેના સાથે જોડાયેલી દર્દનાક કહાનીઓ દેખાડવામાં આવી હતી

આ પરફોર્મન્સ બાદ ભારતી ઘણી ઇમોશનલ થઇ ગઈ અને પછી તેણે તેની માતાને કોરોના થઈ ગયો હોવાની અને એ સમયે તેમની હાલત કેવી હતી તે અંગે જણાવ્યું હતું.

ભારતી સ્ટેજ પર ઘણી ઇમોશનલ થઇ ગઇ અને તેણે કહ્યું કે તેને ખબર જ નહોતી કે, આટલા નાના નાના બાળકોને પણ કોરોના થઈ રહ્યો છે. ભારતીએ વધુમાં કહ્યું કે, સોનુ ભાઈ અમે ગત ઘણાં સમયથી બેબી પ્લાન કરવાનું વિચારી રહ્યાં છીએ. પણ આવી વાતો વિચારી અને આ બીમારી અંગે વિચારી મન જ નથી કરતું કે અમે વાત કરીએ કારણ કે, હું આમ રડવા નથી માંગતી. હું ખૂબ જ સ્ટ્રોન્ગ છું. સૌને હસાવતી રહુ છું. પણ હું એટલી પણ સ્ટ્રોન્ગ નથી કે આ દુખ (બાળક ગુમાવવાનું) સહન કરી શકું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.