IPL બાદ શરૂ થશે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ,જૂન અથવા સપ્ટેમ્બરમાં રમાઇ શકે છે SPL

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માટે બીસીસીઆઇએ મંજૂરી આપી છે. બીસીસીઆઈના કાર્યકારી સીઈઓ હેમાંગ અમીને મેઈલ કરી મંજૂરી આપી છે. ત્યારે હાલ આઇપીએલ ટુર્નામેન્ટ રમાઈ રહી છે.

આઈપીએલ ટૂર્નામેન્ટ પૂર્ણ થતાં જ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ શરૂ કરવામાં આવશે. આ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માટે બીસીસીઆઈ દ્વારા કોરોના ગાઇડલાઈન સહિતના દિશા નિર્દેશો પણ આપવામાં આવ્યા છે, જેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આપને જણાવી દઇએ કે, ગત સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝનમાં સૌથી સારું પરફોર્મન્સ ચેતન સાકરીયા નામના ખેલાડી આપ્યું હતું

જેમા ટીમો આ પ્રમાણે છે. ઝાલાવાડ રોયલ્સ, હાલાર હિરોઝ, સોરઠ લાયન્સ, કચ્છ વોરિઅર્સ, ગોહિલવાડ ગ્લેડિએટર્સ નામની ટીમોનો સમાવેશ થયો હતો. ત્યારે કોરોના મહામારીના કારણે પ્રેક્ષક વગરની આ ઇવેન્ટ યોજાશે. જેનું લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.