આધાર કાર્ડ (Aadhaar Card) સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો હવે તમે તેને ચપટી વગાડતાં જ એક ફોન કોલના માધ્યમથી ઉકેલી શકો છો. UIDAIએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. આ હેલ્પલાઇન નંબર 1947 છે. આ હેલ્પલાઇન નંબર (UIDAI Helpline Number)ને યાદ રાખવો પણ ખૂબ સરળ છે, કારણ કે આ એ વર્ષ છે જ્યારે દેશ આઝાદ થયો હતો.
આ હેલ્પલાઇન નંબર લોકોને આધાર રજિસ્ટ્રેશન કેન્રોને, રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધી જાણકારીઓ પૂરી પાડે છે.
UIDAIએ જણાવ્યું કે આધાર હેલ્પલાઇન સપ્તાહના સાતેય દિવસ, ચોવીસ કલાક ઉપલબ્ધ છે. 1947 નંબર પર ફોન કરવા પર આ સુવિધા આઇવીઆરએસ દ્વારા 24X7 ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.
આધાર સાથે જોડાયેલી તમામ સમસ્યાનું સમાધાન કરવા માટે UIDAIએ 1947 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તેની પર ફોન તમે પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કરી શકો છો. આધારની આ સર્વિસ 12 ભાષામાં ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.