હાલમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ માટે ચાલી રહેલી મતગણતરીની સાથે સાથે યુપીમાં થયેલી પંચાયતની ચૂંટણીઓ માટે પણ કાઉન્ટિંગ ચાલી રહ્યુ છે અને જે રીતે અહીંયા કોરોના પ્રોટોકોલના ધજાગરા થયા છે.
અત્યાર સુધીમાં મતગણતરી કેન્દ્રો પર 45 કોરોના પોઝિટિવ વ્યક્તિઓ મળ્યા છે.બીજી તરફ ઉમેદવારો અને તેમના સમર્થકો ઉત્સાહમાં ભાન ભુલી રહ્યા છે.
કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલી પોલીસ કેટલીક જગ્યાએ મૂક દર્શક બનીને જોઈ રહી છે તો કેટલીક જગ્યાએ પોલીસે ટેકાદારો પર લાઠીચાર્જ કર્યો હતો.
દરમિયાન ઠેર ઠેર મતગણતરી સ્થળોએ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.આવા લોકોની સંખ્યા 45 પર પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.