કોરોનાને લઇ પોલીસ વિભાગ અલર્ટ,સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે કોઇ બાંધછોડ નહીં

ગુજરાતમાં હોસ્પિટલોમાં બેડ, ઑક્સીજન માટે રાજ્યની પ્રજા પીડાઈ રહી છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્યની પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. કોરોના વાયરસના જાહેરનામા ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે .

હવે રાજ્યમાં ખાસ કરીને શહેરોના વિસ્તારોમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ મુદ્દે કોઈ બાંધછોડ રાખવામાં આવી રહી નથી. DGPના આદેશ બાદ કેટલીક જગ્યાઓ પર કડક કાર્યવાહી જોવા મળી રહી છે

રાજ્યમાં લગ્ન સમારંભોમાં 50 લોકોને જ અનુમતિ આપવામાં આવી છે ત્યારે એક મહિનામાં લગ્નમાં જાહેરનામા ભંગના 341 ગુના નોંધાયા છે

આટલું જ નહીં માસ્ક અને જાહેરમાં થુંકવાના કેસમાં 10,961 લોકોને દંડ કરવામાં આવ્યો છે અને 1438 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.