વડોદરા શહેરમાં કોરોનાનો વધતો કેર હાહાકાર મચાવી રહ્યો છે. 24 કલાકમાં કોરોનાની સારવાર લઇ રહેલા ૨૬૪ દર્દીઓના મોત થયા છે. જોકે,સત્તાવાર મોતનો આંકડો માત્ર આઠ જ દર્શાવવામાં આવી રહ્યો છે.
શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પેશન્ટને દાખલ કરવાની જગ્યા નથી. તેવા સંજોગોમાં મોતનો આંકડો વધી રહ્યો છે અને કોરોનાનું સંક્રમણ પણ સતત વધી રહ્યું છે.
ઓક્સિજનના સપોર્ટ પરના દર્દીઓ ગઇકાલે ૫૪૨ હતા.જે આજે વધીને ૫૫૭ થઇ ગયા છે. વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ગઇકાલે ૩૫૨ હતી.જે આજે વધીને ૩૫૬ થઇ ગઇ છે.
ચોવીસ કલાક દરમિયાન શહેરમાં કોરોના ૨૬૪ લોકોને ભરખી ગયો છે. જેમાં ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટના પ્રોફેસર મિલિન્દભાઇ એકબોટે (ઉં.વ.૪૫) ને કોરોના થતા છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું આજે અવસાન થયુ છે. ચોવીસ કલાકમાં ૧૦,૨૨૧ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા. જે પૈકી ૮૮૪ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
એક્ટિવ કેસની સંખ્યા પણ આજે ૨૫૫ વધીને ૮,૩૯૯ પર પહોંચી ગઇ છે અને બીજી તરફ શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત પણ સતત વર્તાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.