દયા શોમાં ક્યારે પાછી આવશે એ અંગે અવારનવાર ફેન્સ પૂછતા રહે છે,શોના પ્રોડ્યૂસરે જણાવી આ વાત

તારક મહેતાના પ્રોડ્યૂસર અસિત મોદી અનેક વખત દિશા વાકાણીની શોમાં વાપસીને લઈને જવાબ આપી ચૂક્યા છે. જોકે, તેમણે ક્યારેય નથી જણાવ્યું કે દયા શોમાં ક્યારે પરત ફરશે.

તારક મહેતાના પ્રોડ્યૂસર અસિત મોદીને દયાબેન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, મને લાગે છે કે હવે મારે જ દયાબેન બનવું જોઈએ. છેલ્લા ઘણાં વર્ષોથી તે પાછી ક્યારે આવશે તેને લઈને સવાલો પૂછવામાં આવી રહ્યાં છે. અમે પણ લાંબા સમયથી દિશાની રાહ જોઈ રહ્યા છે.

આ મહામારીના સમયમાં એટલા સીરિયસ ઈશ્યૂ છે કે મને લાગે છે કે આ બધી બાબતો મહત્વ નથી રાખતી અને તેની રાહ જોઈ શકાય છે. અમે સેફ્ટી પ્રોટોકોલ અને શૂટિંગ જારી રાખવા માટે પણ વિચારી રહ્યાં છે. જેથી લોકોની આવક પર અસર ન થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.