મમતા બેનરજી નંદીગ્રામ પરથી હારી ગયા છે ચૂંટણી,ત્યારે સ્વાભાવિક સવાલ થાય છે, કે…..

મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee)એ નંદીગ્રામ (Nandigram) બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. પશ્ચિમ બંગાળની સૌથી હાઇપ્રોફાઇલ સીટ પર જેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો એવું જ થયું છે.

મમતા બેનરજી નંદીગ્રામ પરથી ચૂંટણી હારી ગયા છે ત્યારે સ્વાભાવિક સવાલ થાય કે શું તેઓ મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે? જોકે, ચૂંટણી નિષ્ણાતોનું કહેવું છે કે મમતા ફરીથી પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળશે તેમાં કોઈ શંકા નથી.

જો વાત કરવામાં આવે તો ભારતના ત્રણ સૌથી મોટી વસ્તી ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રી નીતિશ કુમાર, યોગી આદિત્યનાથ અને ઉદ્ધવ ઠાકરે પોત પોતાના રાજ્યની વિધાન પરિષદના સભ્ય છે, તેઓ વિધાનસભાનો હિસ્સો નથી.

અનુચ્છેદ 164 પ્રમાણે, એક મંત્રી જે સતત છ મહિના સુધી કોઈ રાજ્યના વિધાનમંડળનો ન હોય તો તે આ સમય મર્યાદા ખતમ થયા બાદ મંત્રી ન બની શકે. મતલબ સ્પષ્ટ છે કે મમતા બેનરજીએ છ મહિનાની અંદર ચૂંટણી જીતવી પડે. પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ ન હોવાથી મુખ્યમંત્રીએ છ મહિનાની અંદર કોઈ બેઠક ખાલી કરીને ત્યાંથી ચૂંટણી લડીને જીતવી પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.