સુરત શહેર માટે આજની સવાર, ખૂબ જ સકારાત્મક સમાચાર સાથે આવી છે

શહેર માટે આજની સવાર ખૂબ જ સકારાત્મક સમાચાર ( positive news) સાથે આવી છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના ( corona) એ મોતનું તાંડવ શરૂ કર્યું હતું. હજી પણ આ તાંડવ ચાલું રહ્યું છે. પરંતુ છેલ્લા એક મહિનાની તુલનાએ ચારેક દિવસથી કોરોનાથી મોતના ( death) દર્દીઓની સંખ્યામાં 50 થી 60 ટકાનો ઘટાડો નોંધાયો છે.

શહેરમાં કોરોનાથી ટપોટપ લાશો પડી રહી હતી. જેને કારણે શહેરની હોસ્પિટલની બહાર જ નહીં પરંતુ સ્મશાનગૃહની બહાર પણ લાંબી લાઈનો જોવા મળી હતી. અંતિમ ક્રિયા માટે આઠ-દસ કલાક રાહ જોવડાવી પડતી હતી. જેને કારણે શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તંત્ર પણ માથું ખંજવાળતું થયું હતું કે કોરોના સંક્રમણને કઈ રીતે કાબૂમાં લેવું.

સરકારના તમામ પ્રયાસો પણ કોરોના નામના આ રાક્ષસ સામે પરાસ્ત નજરે આવ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણચાર દિવસથી શહેરમાં કોરોનાના દર્દીઓની સ્થિતિ સુધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું હતું

જેમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સ્મશાનગૃહમાં કોવિડ ગાઇડલાઇન પ્રમાણે આવતા મૃતદેહોની સંખ્યામાં 50 થી 60 ટકાનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે

તેમજ કોરોનાના કારણે થતાં મોતની સંખ્યા પણ એટલી હતી કે સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે લાઈનો લગતી હતી જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવાયો હતો. પરંતુ છેલ્લા 4 દિવસોથી કોરોનાના કારણે થતાં મોતની સંખ્યામાં ઘટાડો દેખાયો છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.