કોરોના સંકટમાં તુલસીની વધી માંગ,તુલસીની ખેતી કરીને લાખોની કમાણી કરી શકાય છે

આજકાલ તો દરેકના ઘરમાં જ તુલસીનો છોડ હોય છે. આ સિવાય તેનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ, ઔષધીઓ અને પૂજામાં પણ કરવામા આવે છે.

હાલના સમયમાં બજારમાં આવી ઔષધીઓની માંગ વધી ગઈ છે. એવામાં તુલસીની ખેતી કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે જ તમારે આ કામ કરવા માટે વધુ પૈસાની પણ જરૂર નહી પડે. તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પણ બિઝનેસ શરૂ કરી શકો છો.

તુલસીના અનેક પ્રકાર છે. તુલસીમાં યૂઝીનોલ અને મિથાઇલ સિનામેટ હોય છે. આના ઉપયોગથી અનેક ગંભીર બીમારીઓ માટે દવા તૈયાર કરવામાં આવે છે. માત્ર 15 હજાર રૂપિયા લગાવીને તમે 3 મહિના બાદ 3 લાખની કમાણી કરી શકો છો. માર્કેટમાં રહેલી અનેક આયુર્વેદિક કંપનીઓ જેવી કે ડાબર, વૈદ્યનાથ, પતંજલિ લગેરે કોન્ટ્રાક્ટ પર તુલસીની ખેતી કરાવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.