ભોપાલ પ્રશાસનનું માનીએ તો એપ્રિલ મહિનામાં કોરોનાના કારણે 109 લોકોના મોત થયા હતા પરંતુ સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનનો આંકડો એક અલગ જ ચિત્ર દર્શાવી રહ્યો છે.
જિલ્લામાં કોવિડ-19ના દર્દીઓ માટે 3 સ્મશાન ઘાટ અને એક કબ્રસ્તાન છે. ત્યાંથી મળેલા આંકડાઓ પ્રમાણે 1થી 30 એપ્રિલ દરમિયાન જિલ્લામાં 109 કોવિડ મૃતકો ઉપરાંત 2,567 મૃતદેહના કોવિડ પ્રોટોકોલ અંતર્ગત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
કબ્રસ્તાન અને સ્મશાનના અધિકારીઓ અને કર્મચારીઓના કહેવા પ્રમાણે મૃતદેહોની ભીડને પહોંચી વળવા માટે તેમણે ખૂબ સંઘર્ષ કરવો પડે છે.
અનેક જગ્યાએ પીપીઈ કીટ અને મોજાઓનો ખડકલો જામ્યો છે. તેમણે નગર નિગમ જગ્યાને સેનિટાઈઝ કરે તેવી માંગણી પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.