રાજ્યમાં કોરોનાનો કહેર,HC એડવોકેટ એસો.એ સૂચનો કર્યા રજૂ

HC એડવોકેટ એસો.એ HC સમક્ષ ગુજરાતની કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે સૂચનો રજૂ કર્યા છે.

HC એડવોકેટ એસો.એ HC સમક્ષ જે સૂચન રજૂ કર્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કોરોના વાયરસની પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે

હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલુકા લેવલ પર માત્ર 50 જ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને છોટા ઉદેપુરમાં સીટી સ્કેન સેન્ટરનો પણ અભાવ છે એવામાં સવાલ થાય છે કે પાયાની સુવિધાઓ વગર ગુજરાત કોરોના સામે કેવી રીતે લડશે?

સુરેનદ્ર નગર કલેકટર દ્વારા કલેકટર ઓફીસમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓને પહેલા ટ્રીટમેન્ટ આપવામાં મનસ્વી નિર્ણયનો પણ ઉલ્લેખ હાઇકોર્ટમાં કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.