મોદી સરકારના મંત્રીની દીકરીનું હાર્ટ ઍટેકથી નિધન, કોરોનાની ચાલી રહી હતી સારવાર

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત જોવા મળી રહ્યો છે ત્યારે મોદી સરકારના પુત્રી જે કોરોના વાયરસથી સંક્રમિત હતા તેમનું નિધન થયું છે. સોમવારે કેન્દ્રીય મંત્રી થાવર ચંદ ગેહલોતના દીકરીએ અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પાછળનું કારણ હાર્ટ ઍટેક હોવાનું સામે આવ્યું છે.

ઇન્દોર માં ચાલતી હતી સારવાર :

તેમની ઉંમર 43 વર્ષની હતી અને કોરોના વાયરસના કારણે તેઓ પીડાઈ રહ્યા હતા, સારવાર ચાલી રહી હતી પરંતુ હાર્ટ ઍટેક આવી જવાના કારણે તેમનું નિધન થયું છે. નોંધનીય છે કે છેલ્લા 15 દિવસથી ઈન્દોરની મેદાન્તા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને પરંતુ સોમવારે તેમણે દમ તોડી દીધો. તેમના નિધનથી કેન્દ્રીય મંત્રીના પરિવારમાં શોકનો માહોલ છે. નોંધનીય છે કે થાવર ચંદ ભારત સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી છે.

નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતના ઘણા બધા પરિવારના માળા વિખેરાઈ રહ્યા છે અને દરરોજ લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે ત્યારે નેતાઑ પણ તેનાથી દૂર નથી. ગઈકાલે જ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પિતાનું પણ કોરોના વાયરસના કારણે નિધન થયું છે. જ્યારે બિહાર ભાજપના મોટા નેતા તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ મહામારીના કારણે પોતાના ભાઈને ગુમાવ્યા છે.

નોંધનીય છે કે સમગ્ર ભારતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતનાં લોકો કોરોના વાયરસની ઝપટે ચડી રહયાં છે અને ઓકિસજન તેમજ વેન્ટિલેટર જેવી તબીબી સારવાર મળે તે માટે વલખા મારી રહયાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.