કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું કે દેશવ્યાપી લોકડાઉન લગાડવાની મોદી સરકારની કોઈ યોજના છે. પરંતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના પ્રતિબંધો વધુ મજબૂત કરવાનો આદેશ આપ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં આંશિક રાહત જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં 3.68 લાખ નવા કેસ નોંધાયા છે તો મોતના આંકમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.
દેશભરમાં લોકડાઉન અંગે કેન્દ્ર સરકારનું માનવું છે કે તેનાથી મોટી સંખ્યામાં રોજગારી છીનવાઈ જશે. તથા ખાસ કરીને પ્રવાસી મજૂરો પર મોટી અસર પડશે.
હેલ્થ મિનિસ્ટ્રી તરફથી પણ દેશના એવા જિલ્લામાં કડક લોકડાઉન લગાડવાની સલાહ આપી છે કે જ્યાં કોરોના પોઝિટીવીટી રેટ 15 કરતા વધારે હોય
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.