એક પિતાએ પોતાના સંતાનને વિષપાન કરાવી દીધું છે. રાજકોટ શહેરના નાનામવા રોડ આવેલા શાસ્ત્રીનગર અજમેરાની સામે આવેલા શિવમ પાર્કમાં રહેતા તથા કર્મકાંડનું કામ કરતા કમલેશભાઈ રામકૃષ્ણભાઇ લાબડીયાના બ્રાહ્મણ પરિવારે સામુહિક આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે.
પિતાએ કહ્યું હતું કે, આ કોરોનાની દવા છે એમ કહી પુત્ર-પુત્રી તેમજ પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. પિતાએ લખેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, રૂ.2.12 કરોડ દિનેશ અને ભાવિન લઈને જતા રહ્યા છે. પોલીસે મામલો તપાસી કારણ પૂછતા આધેડના પત્ની તથા એના ભાઈઓએ આક્ષેપ સાથે કહ્યું હતું કે, એડવોકેટ આર.ડી. વોરાના એક સંબંધીને મકાન વેચ્યું હતું. જે અમારૂ હતું. આ મામલે રૂ.1.20 કરોડનો સોદો થયો હતો.
આ સમગ્ર ઘટનાને પગલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેયનું નિવેદન નોંધવા કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા. હાલમાં આ ત્રણેય વ્યક્તિ સભાન અવસ્થામાં ન હોવાથી એમના પરિવારજનોના નિવેદન લેવા પગલાં ભરવામાં આવ્યા છે.
પિતાએ લખેલી સુસાઈડ નોટને આધારે પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે. કમલેશભાઈ રામકૃષ્ણભાઇ લાબડીયા બહારથી ઝેરી દવા ઘરે લઈ આવ્યા હતા.
જયશ્રીબેને આ દવા પીવાની ના પાડી દીધી. પણ કમલેશભાઈએ એમના સંતાનો સાથે વિષપાન કર્યું હતું. પછી ત્રણેયની તબિયત લથડતા પત્નીએ જેઠ કાનજીભાઈને ઘરે બોલાવ્યા હતા. ત્રણેયને પહેલા વૉકહાર્ટ પછી સરકારી હોસ્પિટલમાં એડમીટ કર્યા હતા. આ કેસમાં PI ઘોળા, ડી સ્ટાફ PSI એમ.ડી.ડામોર સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં દોડ્યો હતો. હવે જ્યારે આ ત્રણેય વ્યક્તિ સભાન અવસ્થામાં આવશે ત્યારે એમનું નિવેદન નોંધાશે.
છેલ્લે જ્યારે રૂ.12 લાખની જરૂર હતી તો નરેન્દ્ર પૂજારાને મેં સાટાખત ભરી રૂ.12 લાખ ભરેલા છે. મરવું સરળ નથી પણ મજબુરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.