હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પરિસ્થિતિ એટલી હદે વકરી છે કે, હવે તો એમ્બ્યુલન્સ પણ સમયસર મળી રહેતી નથી. આ દરમિયાન એવાં કેસો પણ સામે આવે છે જેમાં એમ્બ્યુલન્સના અભાવે પણ ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ ઉપરાંત ઘણાં દર્દીને એમ્બ્યુલન્સ તો મળે છે પરંતુ બેડ નથી મળી રહેતા જેથી તેઓ એમ્બ્યુલન્સમાં જ મૃત્યુ પામે છે.
આ દરમિયાન ભાજપના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ પોતાની જ કારને એમ્બ્યુલન્સ બનાવી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે. તેમણે પોતાની ઈનોવા કારને એમ્બ્યુલન્સ બનાવીને ફ્રી સેવા આપવાનું કાર્ય શરૂ કર્યું છે અને સંયુક્ત સેવામાં અર્પણ કરી.
કામરેજ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અને ડાંગ જિલ્લા ના પ્રભારી praful pansheriya એ માનવતા ની અનોખી પહેલ કરીને પોતાની ઇનોવા ગાડી એમ્બ્યુલન્સ માં ફેરવી નાખી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.