આજે કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર,કુલ મોતનો આંક આટલા સુધી પહોંચ્યો

દેશમાં અત્યાર સુધી 2 કરોડ 2 લાખ 75 હજાર 543 કેસ નોંધાયા છે તો સાથે જ 1 કરોડ 66 લાખ 703 લોકો સાજા થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 2,22,383 લોકોના કોરોનાથી મોત થયા છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો  મહારાષ્ટ્રમાં 48,621 કેસ અને 567 મોત થયા છે. કેરળમાં 26,011 કેસ અને 45 મોત, કર્ણાટકમાં 44,43 કેસ અને 239 મોત તો ઉત્તર પ્રદેશમાં 29,052 કેસ અને 285 મોત થયા છે.

ગયા મહિને એપ્રિલ અને મે મહિનામાં રોજ દેશમાં 2-5 હજાર નવા કેસ આવી રહ્યા હતા. જૂનમાં આ સંખ્યા વધીને 5-20 હજારની થઈ. જુલાઈમાં 20-57 હજાર સુધી રોજ નવા સંક્રમિતો મળી રહ્યા હતા. ઓગસ્ટમાં આ આંકડો 60-75 હજાર સુધી પહોંચ્યો.

પહેલા નંબરે 5.92 લાખના આંક સાથે અમેરિકા અને 4.07 લાખ મોતસાથે બીજા નંબરે બ્રાઝિલનો નંબર છે. ત્રીજા નંબરે ભારત અને ચોથા નંબરે 2.17 લાખ મોત સાથે મેક્સિકોનું નામ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.