સુરતમાં કોરોનાની ગતિ થોડી મંદ પડતા સોમવારે સિટીમાં સત્તાવાર રીતે 10 અને જીલ્લામાં 3 મળી કુલ 13 મોત થયા હતા. સિટીમાં નવા 1309 અને જીલ્લામાં 347 મળી કોરોનાનાં નવા 1656 દર્દી નોંધાયા છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સોમવારે સુરત સિટીમાં નોંધાયેલા 10 મોતમાં લંબેહનુમાન રોડના 65 વર્ષીય વૃદ્ધ, પાંડેસરાના 70 વર્ષીય વૃદ્ધા, છાપરા ભાઠાના 82 વર્ષના વૃદ્ધા, ભાગળના 53 વર્ષના આધેડ, મોટા વરાછાના 65 વર્ષીય વૃદ્ધ, ડુમસના 71 વર્ષીય વૃદ્ધ, અમરોલીની 37 વર્ષની મહિલા, અડાજણના 44 વર્ષીય આધેડ, પાલના56 વર્ષના પ્રોઢ અને નવી સિવિલ રોડના 56 વર્ષના પ્રોઢનો સમાવેશ થાય છે.
ગ્રામ્યમાં નવા 347 મળી કુલ કેસ 25,777 અને મૃત્યુઆંક 357 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 1,20,820 અને મૃત્યુઆંક 1811 છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.