આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15-20 પૈસા પ્રતિ લિટરનો વધારો કરાયો છે. પેટ્રોલના ભાવ વધતાં રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 90.55 રૂપિયા પ્રતિ લિટર થયું છે. તો સાથે ઘરેલૂ બજારમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો સામાન્ય માણસની મુશ્કેલીને વધારી રહી છે.
15 એપ્રિલે પેટ્રોલ 16 પૈસા અને ડીઝલમાં 14 પૈસા પ્રતિ લિટરે વધારો કરાયો હતો. ત્યારથી કિંમતો સતત સ્થિર રહી હતી.
- દિલ્હીમાં પેટ્રોલ 90.05 રૂપિયા અને ડીઝલ 80.91 રૂપિયા પ્રતિ લિટર
- મુંબઈમાં પેટ્રોલ 96.95 રૂપિયા અને ડીઝલ 87.98 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નઈમાં પેટ્રોલ 92.55 રૂપિયા અને ડીઝલ 85.90 રૂપિયા પ્રતિ લિટર
- કોલક્તામાં પેટ્રોલ 90.76 રૂપિયા અને ડીઝલ 83.78 રૂપિયા પ્રતિ લિટર
વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલરેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલવેચે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.