ભાજપના પાર્ટી કાર્યાલયમાં,આગ લગાવ્યાનો વીડિયો, કરવામાં આવ્યો શેર

ભાજપના એક પાર્ટી કાર્યાલયમાં આગ લગાવ્યાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વાંસના બેટ અને છત સળગતા નજરે પડી રહ્યા છે અને ત્રસ્ત લોકોને બુમો પાડતા અને ભાગતા નજરે પડી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મૃત વ્યક્તિઓની તસવીરો એને એક દુકાનમાંથી કપડાની લૂંટ કરી ભાગતા લોકોની ફુટેજ વાયરલ થઈ રહી છે. ભાજપનો દાવો છે કે તેમના ઓછામાં ઓછા 6 કાર્યકર્તાઓ અને સમર્થકો હુમલામાં માર્યા ગયા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી આ સીટ પર ભાજપના શુભેન્દુ અધિકારીથી ચૂંટણી હારી ગયા હતા. રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યના ગૃહ સચિવ, ડીજીપી અને કોલકત્તાના પોલીસ આયુક્તને તાત્કાલિક બોલાવી તેમણને શાંતિ સ્થાપિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા.

ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસાને જોતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા 2 દિવસના પ્રવાસ પર બંગાળ જઈ રહ્યા છે.  નડ્ડાનો આ પ્રવાસ 4 મેએ શરુ થશે અને આ 2 દિવસના પ્રવાસ દરમિયાન નડ્ડા હિંસામાં પીડિત ભાજપના કાર્યકર્તાઓ અને તેમના પરિજનો સાથે  મુલાકાત કરશે.

ધનખડેએ ગૃહ સચિવ એકે દ્વીવેદી સાથે મુલાકાત બાદ ટ્વીટ કરી. રાજ્યોમાં ચૂંટણી બાદ હિંસાની વધતી ઘટનાઓ બાદ મે એસીએસ ગૃહને સૂચના આપી હતી અને તેમને ચૂંટણી બાદ રાજ્યોમાં થયેલી હિંસા તથા તોડફોડ તથા તેમની સામે ઉઠાવવામાં આવેલા પગલાનો રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.