કમોડિટી બજારના જાણકારો કહે છે કે સોનું જ નહીં ચાંદીની કિંમતો પણ વધી શકે છે. ચાંદી રેકોર્ડ સ્તરથી નીચે છે અને પ્રતિ કિલો ચાંદીનો ભાવ 67800 રૂપિયા છે. ગયા અઠવાડિયે 1352 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
હાલમાં સોનાનો ભાવ 46743 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સાથે જ ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશનનું કહેવું છે કે એક અઠવાડિયામાં સોનું 1015 રૂપિયા સસ્તુ થયું છે. એપ્રિલમાં તેમાં 2602 રૂપિયાનો વધારો થયો હતો તો 31 માર્ચ 2021ના રોજ સોનાના ભાવ 44190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યા છે.
લોકોમાં ડર છે કે ક્યાંક લોકડાઉન ન આવે. અન્ય તરફ મોંઘવારી પણ વધી રહી છે. આવનારા દિવસોમાં સોનાના ભાવ પર આ ફેક્ટર્સની અસર જોવા મળી શકે છે. આ કારણ છે કે આવનારા 5-6 મહિનામાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. અને સાથે જ દિવાળી સુધીમાં સોનાનો ભાવ 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ શકે છે.
ભલે ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રિય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હોય પણ સોનાના ભાવમાં વધારો નક્કી છે. અમેરિકી બજારમાં સોનાનો ભાવ 1773 ડોલર પ્રતિ ઓંસથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. 1 એપ્રિલે અહીં સોનાનો ભાવ 1730 ડોલર પ્રતિ ઓંસ રહ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.