કોરોનાના નવા સ્ટ્રેન આરટીપીસીઆરના ટેસ્ટ રિપોર્ટને પણ માત આપી દેતા હોય છે. અનેક વાર દર્દી કોરોના પોઝિટિવ હોય છે પણ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે છે. એવામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે.
જો તમે કોરોનાથી સાજા થઈ ગયા છો તો જરૂરી છે કે તમે કેટલાક ટેસ્ટકરાવી લો. તેનાથી જાણી શકાશે કે તમારા શરીર પર વાયરસે કેટલું નુકસાન કર્યું છે
ડોક્ટરના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ શરીરના અનેક અંગોને નુકસાન કરે છે. ખાસ કરીને ફેફસા અને ઇમ્યુન સિસ્ટમ પર હુમલો કરે છે. આ માટે જરૂરી છે કે તમે એન્ટીબોડી ટેસ્ટ કરાવી લો. આ ટેસ્ટથી ખ્યાલ આવે છે કે બોડીની એન્ટી બોડીની સ્થિતિ શું છે.
અનેક વાર કોરોનાના સમયે લોકોના શરીરમાં શુગરનું સ્તર વધે છે. વધારે ગંભીર લક્ષણો વાળા રોગીને ક્રિએટિનિન, લિવર અને કિડની ફંક્શન ટેસ્ટની સલાહ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.