વસંત પટેએ રેમડેસિવીર ઇન્જેક્શન પરનો કંટ્રોલ દૂર કરીને, ઇન્જેક્શનને ખુલ્લા બજારમાં વેચાણ માટે મુકવામાં આવે,તેવી કરી છે માગણી

રેમડેસિવીર ઇન્જેક્શન માટે દર્દીના સગા સંબંધીઓ હોસ્પિટલની બહારને મેડિકલ સ્ટોરની બહાર લાંબી લાઈનો લગાવીને ઊભા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક ઇસમો દર્દીની પરિવારજનોની મજબુરીનો લાભ ઉઠાવીને તેમને ઇન્જેક્શન બેથી ત્રણ ગણા ભાવે વેચાણ કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં નકલી ઇન્જેક્શન વેચાણ કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થયા બાદ જ ઇન્જેક્શનોને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આપવામાં આવે છે. હજુ પણ રાજ્યમાં દર્દીઓને આ ઇન્જેક્શન મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે દર્દીઓને મળતી મુશ્કેલી દૂર કરવા માટે સિનિયર ફિઝિશિયન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય વસંત પટેલ રેમડેસિવીર ઇન્જેક્શન પરનો કંટ્રોલ દૂર કરીને ઇન્જેક્શનને ખુલ્લા બજારમાં વેચાણ માટે મુકવામાં આવે તેવી માગણી કરી છે.

ડોક્ટર વસંત પટેલે જણાવ્યું છે કે, રેમડેસી ઇન્જેક્શનને બજારમાં મૂકવાના કારણે ઇન્જેક્શનની કાળાબજારી અને નકલી ઇન્જેક્શન બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે તેના પર અંકુશ આવશે અને હાલ આ નકલી ઇન્જેક્શન બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઇન્જેક્શનની કાળાબજારી જેવી સમસ્યાઓનો દર્દીઓને સામનો કરવો પડી રહ્યો છે.

સરકારે ઇન્જેક્શન પર અંકુશ પોતાની પાસે રાખ્યો છે તેને દૂર કરી દેવો જોઈએ અને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને અત્યારે ઇન્જેક્શનની જરૂર પડી રહી છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.