સુરતમાં સમાજ શ્રેષ્ઠીઓ એટલા પાવરફુલ છે કે,જો તમામ એક થઈ કામગીરી કરે તો, સરકારની સમાંતર વ્યવસ્થા ખડી કરવા માટેની, ધરાવે છે તાકાત

સુરતમાં સમાજ શ્રેષ્ઠીઓ એટલા પાવરફુલ છે કે જો તમામ એક થઈ કામગીરી કરે તો સરકારની સમાંતર વ્યવસ્થા ખડી કરવા માટેની તાકાત ધરાવે છે.

સમાજ શ્રેષ્ઠીઓની વાત કરીએ તો ગણતરીના સમયગાળામાં સમાજની વાડીનું સર્જન કરી શકે, હોસ્પિટલનું સર્જન કરી શકે, અભ્યાસ માટેનું સંકુલ બનાવી શકે એ તમામ લોકો સાથે મળીને કોરોનાના કપરા કાળમાં લોકોને મદદરૂપ કેમ ન બની શકે?

આવા જ એક અન્ય સર્વમાન્ય વ્યક્તિ છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા આ વ્યકિતએ થોડા સમય પૂર્વે જ રામ જન્મ ભૂમિ માટે રૂ. 11 કરોડનું દાન અર્પણ કર્યું હતું. ગુજરાતના પ્રમુખ પણ બન્યા. રૂ. 11 કરોડ આપ્યા તે ખૂબ સારી વાત છે.

પ્રત્યેક આગેવાનો પોત પોતાની રીતે કોઈને કોઈ સંસ્થાને મદદરૂપ બનતા હશે એ વાત સાચી છે પણ તમામ એક થઈ મોટા પાયા પર કામગીરી કરી સમાજને મહામારીમાંથી ઉગારવાના પ્રયાસો કરે તેવું હજુ સુધી બન્યું નથી. આ તમામ એટલા ખમતીધર છે કે સરકારની સમકક્ષ વ્યવસ્થા ખડી કરી શકે તેમ છે. વાત ઓક્સિજનની હોય, ઇન્જેક્શનની હોય, બેડની હોય કે દવાની હોય આ આગેવાનો ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં કોઇ ને કોઇ વ્યવસ્થા સો ટકા કરી શકે તેમ છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.