એમેરિકામાં (US) સ્થિત પાંચ ગામ લેઉવા પાટીદાર (leuva Patidar) સંગઠન દ્વારા પાટણ તાલુકાનાં બલિસાણા, સંડેર, મણુંદ અને વિસનગર તાલુકાનાં ભાન્ડુ અને વાલમ ગામ માટે અમેરિકાથી 40 લાખ રુપિયાની કિંમતનાં 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટર (oxygen concentrator machine) મશીનની ખરીદી કરવામાં આવી છે.
મહામારીની કપરી પરિસ્થિતિમાં પાંચ ગામનાં લેઉવા પાટીદાર સમાજનાં લોકો વતનની વહારે આવ્યાં છે. તેમણે અમેરિકામાં 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ખરીદ્યાં છે. 40 લાખ એટલે કે, 50,000 ડોલરનાં ખર્ચે ખરીદાયેલા આ મશીનો ભારતમાં થોડા જ દિવસોમાં મોકલવામાં આવશે
પાટણ જિલ્લાનાં વિકાસ અધિકારી ડી.કે. પારેખે જણાવ્યું કે, બાલિસણા અને મણુંદ ગામમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યાં છે. જેની મુલાકાત લીધી હતી. ત્યાં ડૉક્ટર પણ મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત દર્દીઓને દવા, સંગીત, યોગ, જ્યુસ જેવી સુવિધાઓ મળી રહે તે અંગેની તૈયારીઓ પણ ચાલી રહી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.