કોરોના વાઇરસના કેસોમાં વધારાને કારણે, લોકોમાં વધી ગયો છે માનસિક તણાવ

સંક્રમણના કારણે થનારા મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેના કારણે લોકોમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો છે. જેના કારણે માનસિક તણાવ પણ વધી ગયો છે અને આ તણાવના કારણે કોરોના સંક્રમિત થયેલા એક વ્યક્તિએ સરકારી હૉસ્પિટલના ત્રીજા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા (Suicide) કરી દીધી.

ઝજ્જર જિલ્લાના દોહડ ગામના રહેવાસી યુદ્ધવીર ઇલેક્ટ્રીસિટી નિગમમાં એસડીઓના પદ પરથી લગભગ એક મહિના પહેલા જ નિવૃત્ત થયા હતા. 29 એપ્રિલે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની રેવાડી સરકારી હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સોમવાર બપોરે યુદ્ધવીરે હૉસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને જીવ આપી દીધો હતો.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.