મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીમાં,ગત થોડાક દિવસથી દરદી અને મૃતકની સંખ્યામાં, નોંધાઇ રહ્યો છે ઘટાડો

મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીમાં ગત થોડાક દિવસથી દરદી અને મૃતકની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે કોરોનાના દરદી સાજા થવાનું પ્રમાણ એટલે કે રિકવરીનું પ્રમાણ વધીને રાજ્યમાં ૮૪.૭૦ ટકા થયું છે. ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૪૮૫૨૧ દરદી નોંધાયા હતા. અને ૫૬૭ દરદીએ પ્રાણ ગુમાવ્યા હતા.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૨,૭૮,૬૪,૪૨૬ લોકોના કોરોના ટેસ્ટ કરતાં રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યા ૪૭,૭૧,૦૨૨ થયા છે. જે કોરોના ગ્રસ્તોનું પ્રમાણ ૧૭.૧૨ ટકા છે. જ્યારે મરણાંક વધીને ૭૦૮૫૧ થઇ છે.

મુંબઇમાં કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને ૬,૫૮,૬૨૧ થઇ છે અને મરણાંકની સંખ્યા ૧૩૩૭૨ થઇ છે. જ્યારે મુંબઇમાં કોરોનાના ૫,૮૩,૫૮૯ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.