કોરોનાનો વધ્યો કહેર ,બિહારમાં 15 મે સુધી લોકડાઉન

નીતિશ કુમારે લૉકડાઉનનું એલાન કરતા કહ્યું કે કેબિનેટનો પ્રસ્તાવ પર અમે આજે લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે, કાલે સહયોગી મંત્રીગણ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને હાલ 15 મે 2021 સુધીનુ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

સમૂહો તેમજ સંગઠનોથી પ્રદેશમાં લૉકડાઉનની માગ ઉઠાવવામાં આવી રહી હતી. સોમવારે તો પટના હાઇકોર્ટે પણ સરકારને પૂછ્યુ હતુ કે બિહારમાં ક્યારે લૉકડાઉન લાગશે, જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ રાજ્યમાં લૉકડાઉન લગાવવાની માગ કરવામાં આવી હતી. આ પરિસ્થિતિઓ વચ્ચે લૉકડાઉનનો નિર્ણય
કરવામાં આવે તેવી સંભાવના હતી.

સોમવારે ન્યાયમૂર્તિ ચક્રધારી શરણ સિંહ અને ન્યાયમૂર્તિ મોહિત કુમાર શાહની ખંડરીઠે બિહાર સરકારને પૂછ્યુ કે લૉકડાઉન ક્યારે થશે. સાથે જ સુનવણી કરતા બિહાર સરકારને ફ્લોપ પણ ગણાવી હતી.

બિહારમાં પોઝીટીવ કેસની સંખ્યા 5 લાખથી પાર થઇ ગઇ છે. અત્યાર સુધી 509047 લોકો કોરોના પોઝીટીવ થયા છે. તેમાંથી 398558 લોકો સાજા થયા છે જ્યારે 107667 લોકો હજુ પણ પોઝીટીવ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.