કોરોનાને કારણે અનેક સેલેબ્સે પણ દુનિયાને અલવિદા કહી દીધું,એક્ટ્રેસે આપી આવી પ્રતિક્રિયા

મીનાક્ષી લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે પરંતુ ફેન્સ આજે પણ તેની એક્ટિંગના દિવાના છે. ત્યારે હાલમાં તેના નિધનની અફવા ઉડી હતી. જે બાદ એક્ટ્રેસ તે જીવિત હોવાના પુરાવા આપ્યા હતા.

ચેનલે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો તો તેના ફેન્સને લાગ્યું કે તેનું નિધન થઈ ગયું છે અને દરેક પ્લેટફોર્મ પર એક્ટ્રેસને લઈને વાત થવા લાગી. પરંતુ મીનાાક્ષીને જ્યારે આ અંગે જાણ થઈ તો તેણે આ વાતને અફવા ગણાવી.

અભિનેત્રીએ પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે યોગ પોઝમાં બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીના ચહેરા પર ઉંમરની અસર દેખાય છે, પરંતુ તેની ફિટનેસ લાજવાબ છે.

વર્ષ 1995માં મીનાક્ષીએ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસુર સાથે લગ્ન કરી લીધા અને પછી તે અમેરિકાના ટેક્સાસ શહેરમાં શિફ્ટ થઈ ગઈ. તેને બે બાળકો છે. મીનાક્ષીને શરૂઆતથી જ ડાન્સનો શોખ હતો, તેથી તે ટેક્સાસમાં ભારતીય શાસ્ત્રીય નૃત્ય શીખવે છે.

મીનાક્ષીએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મો પણ કરી છે. 1983માં તેણે ફિલ્મ ‘હિરો’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફ હતો. મીનાક્ષીની પહેલી ફિલ્મ હિટ હતી અને તેનું નસીબ પણ તેની સાથે ચમક્યું હતું

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.