છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસ ઘટવા છતાં, એક્ટિવ કેસમાં જોવા મળ્યો છે સ્થિર વધારો

છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસ ઘટવા છતાં એક્ટિવ કેસમાં સ્થિર વધારો જોવા મળ્યો છે. આ સાથે કુલ એક્ટિવ કેસ ૩૪.૪૭ લાખ થયા છે, જે કુલ કેસમાં ૧૭ ટકા જેટલા છે.

છેલ્લા બે દિવસથી કોરોના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં મંગળવારે સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ ઘટીને ૩.૫૭ લાખ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૨.૦૨ કરોડને પાર થઈ ગયા હતા.

મંગળવારે વધુ ૩,૪૪૯ દર્દીઓના મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨.૨૨ લાખ થયા છે. કોરોના નવા કેસમાં ૭૧ ટકા કેસ ૧૦ રાજ્યોમાં નોંધાયા છે અને ભારતનો પોઝિટિવિટી રેટ ૨૧.૪૭ ટકા થયો છે.

ભારતમાં ૧૯મી ડિસેમ્બરે કોરોનાના એક કરોડ કેસ નોંધાયા હતા. ત્યાર પછી ૧.૨૫ કરોડ કેસ થતાં ૧૦૭ દિવસનો સમય લાગ્યો હતો. દેશમાં પાંચમી એપ્રિલે ૧.૨૫ કરોડ કેસ નોંધાયા હતા.  જોકે, ત્યાર પછી માત્ર ૧૫ દિવસમાં કોરોનાના કુલ કેસ ૧.૫૦ કરોડ અને પછીના ૧૫ દિવસમાં કુલ કેસ બે કરોડને પાર થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.