શહેર ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad crime branch) ત્રણેક કેસ કરી રેમડેસિવીરના કાળા બજાર પરથી પડદો ઊંચક્યા બાદ ઝોન-2 ડીસીપી સ્ક્વોડે આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં રામોલ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. હવે ઝોન-1 ડીસીપી સ્ક્વોડે એક આરોપીની રેમડેસિવીર ઇન્જેક્શનના જથ્થા સાથે ધરપકડ કરી છે.
શહેરના ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલની સ્ક્વોડને બાતમી મળી હતી કે રેમડેસિવીર ઇન્જેક્શન ગેરકાયદેસર મેળવી તેની કૃત્રિમ અછત ઊભી કરી, આ માટે કોઈપણ પ્રકારના દવાના ઉપયોગમાં લેવાતા ખરીદ વેચાણનું લાયસન્સ ન ધરાવતા હોવા છતાં એક શખ્સ ઇન્જેકશનનું વેચાણ કરે છે.
જેથી પોલીસે તેને રોકી તેની પૂછપરછ કરી તપાસ શરૂ કરી હતી. તેની પાસે રહેલા એક થેલામાં તપાસ કરતા છ નંગ ઇન્જેક્શન મળી આવ્યા હતા. જેમાં વાદળી કલરના બૂચવાળા બે ઇજેક્શન ભરેલા હતા અને લાલ કલરના બૂચવાળા બે ઇન્જેક્શન પ્રવાહી ભરેલા હતા તથા સફેદ કલરના બૂચવાળા બે ઇન્જેક્શન પાઊડર ભરેલા હતા.
જેથી તેની અટકાયત કરી તેની વધુ પૂછપરછ કરતાં આ ઇન્જેક્શન તેણે સુરતના ડૉક્ટર મિલન સુતરીયા પાસેથી કાળા બજારમાં વેચવા માટે 9 હજાર લેખે 54 હજારમાં મંગાવ્યા હતા અને તેનું પેમેન્ટ google pay અને બેંક ટ્રાન્સફરથી કર્યું હતું.
પોલીસે આ તમામ ઇન્જેક્શન, મોબાઇલ ફોન અને એક્ટિવા સહિતનો 75 હજારનો મુદ્દામાલ કબજે કરી સુરતના ડૉક્ટર મિલન સુતરીયા તથા રુહી નામની મહિલાને પકડવા તજવીજ હાથ ધરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.