ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે ગુજરાત હાઇકોર્ટ એક્શનમાં આવી છે. છેલ્લા ઘણા દિવસ ચાલી રહેલા સુઓ મોટો કેસમાં ગઇકાલે સુનાવણીમાં હાઇકોર્ટે અમદાવાદ કૉર્પોરેશનની પણ ઝાટકણી કાઢી હતી.
હવેથી અમદાવાદ આવતા દરેક લોકો પાસે RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ માંગવામાં આવશે. અમદાવાદમાં પ્રવેશ માટે 72 કલાકની અંદરનો આ રિપોર્ટ આપવાનો રહેશે. અત્યારે સુધી અમદાવાદના જે નાગરિકો હતા તે બધાને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી હતી અને અમદાવાદના નાગરિકો કોઈ પણ ટેસ્ટ વગર શહેરથી બહાર જઈને પરત ફરી શકતા હતા. જોકે ગઇકાલે હાઇકોર્ટની કડક સૂચના બાદ કૉર્પોરેશન દ્વારા નિયમમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્ય માટે જાહેર કરી નવી ગાઇડલાઇન
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સ્થિતિએ ચિંતા વધારી છે તો ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને આડેહાથ લીધી છે
તા. ૬ મે-ર૦ર૧થી તા.૧ર મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે
અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.