હાલ જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે અમેરિકામાં અત્યાર સુધી 33% વસતીને વેકસિન અપાઈ ચૂકી છે. તે છતાં ત્યાં રસીકરણ અભિયાન ઝડપી બનાવવાનાં આદેશ અપાયા છે. વિવિધ રાજય સરકારો, ખાનગી કંપનીઓ પોતાનાં કમૅચારી ગણોને વેકિસન લેવા પ્રોત્સાહિત કરે છે. મેરિલેન્ડમાં સરકાર કમૅચારીઓને 100 ડોલર અંદાજે (₹7,500) આપે છે. જયારે ડેટ્રોઈટમાં ફ્રી રાઈડમાં સાથે 50 ડોલર (₹3,750 અંદાજે )અપાય છે.
ધણી કંપનીઓ રસી લેનારને 2 દિવસની રજા આપે છે. તમામ કર્મચારીઓનું રસીકરણ કરાવી લેનારી કંપની ઓને ટેકસમાં છૂટ અને સુરક્ષા પ્રમાણપત્ર અપાય છે.
લાલચના બદલે ઇમ્યુનિટી વધારવાનો મેસેજ આપવો પડશે ;
ન્યૂયોર્ક યુનિ.ના પ્રો. આર્થર કેપલન કહે છે કે લોકોને 100 ડોલરની લાલચ આપવાના બદલે તેમને સમજાવવું જોઇએ કે તેમણે રોગપ્રતિકારક શક્તિ વધારવાની શા માટે જરૂર છે? જેથી તેઓ આવનારી પેઢીને મેસેજ આપી શકે. લાલચરૂપે રોકડ, બીઅર કે ગાંજા જેવા નશીલા પદાર્થો તથા ફ્રી રાઇડ આપવાથી આપણી જવાબદારી પૂરી નથી થઇ જતી. આવું કરવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધવાની નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.