નહેરુ ઝૂલોજિકલ પાર્કમાં ૮ એશિયાટિક લાયન કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ઝૂના અધિકારીઓએ આ વાતનુ સમર્થન કર્યુ છે.
કોરોનાના કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે ભારતમાં બનેલી પહેલી ઘટનામાં હૈદ્રાબાદ ઝૂના આઠ સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે.
સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલિજી દ્વારા હજી સુધી સિંહના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ હોવાનુ કહેવાયુ નથી. રિપોર્ટ પ્રમાણે સેન્ટર દ્વારા હજી આ સેમ્પલોની જિનોમ સિક્વન્સિંગ દ્વારા ડિટેલમાં તપાસ કરવામાં આવશે. જેથી ખબર પડી શકે કે , સિંહો સંક્રમિત થયા છે તો પણ માણસોથી થયા છે કે, બીજી કોઈ રીતે.
આ સિંહોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ તેમનો આર ટી પીસીઆર ટેસ્ટ કરાવાયો હતો. હાલમાં ડોક્ટરો સિંહોનુ નિરિક્ષણ કરી રહ્યા છે.
સૌથી પહેલા ઝૂના કેરટેકર્સે સિંહોમાં ખાંસી, નાક વહેવુ, ભૂખ નહીં લાગવી જેવા લક્ષણો નોટિસ કર્યા હતા. એ પછી તેમણે અધિકારીઓને આ વાતની જાણ કરી હતી. સિંહોના સેમ્પલ લઈને સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલિજીને મોકલી આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.