દેશમાં વધી રહેલા કોરોના કેસો વચ્ચે એર ઇન્ડિયાએ રસીકરણ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, મેના અંત સુધીમાં, તેના તમામ કર્મચારીઓનું રસીકરણ કામ પૂર્ણ કરી લેવામાં આવશે. આ માહિતી કંપનીના પ્રવક્તાએ આપી.
પાઇલટ્સનું કહેવું હતું, કે જો આવું ન થાય તો તેઓ કામગીરી બંધ કરીને હડતાલ પર ઉતરશે. હવે કંપનીના આ નિર્ણયથી તમામ કર્મચારીઓને થોડી રાહત મળી છે.
ICPA કોવિડ-19 પહેલા મળનારો પગાર ફરીથી ચાલુ કરવાની માંગ કરતા એમ કહ્યું છે કે તેના સભ્યો ‘સ્થાનિક બજારમાં સૌથી ખરાબ અને લાંબા સમય સુધી ચાલી રહેલા પગારકાપની સજા ભોગવી રહ્યા છિએ.
આ સંદર્ભમાં, નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીને લખેલા પત્રમાં, ભારતીય કોમર્શિયલ પાયલોટ્સ એસોસિએશનએ જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં પાઇલટ્સ પ્રત્યે એર ઇન્ડિયા મેનેજમેન્ટના કથિત ઉદાસીન વલણ સામે પ્રધાને અગાઉ ઢાલની જેમ કામ ક્રયું હતું
ગયા વર્ષે ડિસેમ્બરમાં કુલ ઘટાડામાં પાંચ ટકાનો ઘટાડો કરાયો હોવા છતાં, કોવિડ પહેલાંના પગારની તુલનામાં પાઇલટ્સને હજુ પણ 50 ટકા પગાર મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.