આખરે કેમ આટલો સંક્રમક છે કોરોનાનો વેરિએન્ટ,WHOએ B.1.1.7 વેરિએન્ટ વિશે જાણકારી આપી હતી

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર કોરોના વેરિએન્ટ B.1.1.7 ની પહેલી તસવીર સામે આવી છે. જેમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે કેવી રીતે કોરોના શરીરની કોશિકાઓને ચિપકે છે.

આ સ્ટ્રેનના કારણે અનેક દેશોમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર આવી છે. કેનેડાના રિસર્ચર્સે આ વેરિએન્ટન પહેલી મોલિક્યૂલર ઈમેજ જારી કરી છે.

બી.સી વિશ્વવિદ્યાલયે કહ્યુ કે રિસર્ચર્સ  SARS-CoV-2 સ્પાઈક પ્રોટીનના એક હિસ્સા પર જોવા મળેલા મ્યૂટેશનના સ્ટ્રક્ચરલ ઈમેજમાં પ્રકાશિત કરનારી ટીમ છે. સ્પાઈક પ્રોટીન વાયરસનો આ હિસ્સો છે જે સંક્રમણ માટે જવાબદાર છે

UBCના મેડિસિન ડિપાર્ટમેન્ટમાં બાયો કેમેસ્ટ્રી અને મોલિક્યૂલર બાયોલોજી વિભાગમાં પ્રોફેસર ડો. શ્રીરામ સુબ્રમણ્યમની આગેવાનીમાં એક ટીમે કહ્યુ કે આ તસવીરોમાં એ જોઈ શકાય છે કે આ માનવ શરીરીની કોશિકાઓમાં બહું સરળતાથી પ્રવેશ કરી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમને જે તસવીર મળી છે જેમાં  N501Y મ્યૂટેશનની પહેલી સ્ટ્રક્ચરલ ઝલક જોવા મળે છે. તેનાથી એ ખબર પડે છે કે મ્યૂટેશનના પરિણામસ્વરુપ હોવાના કારણે ફેરફાર સ્થાનીય છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.