શહેરનાં વેસુ વિસ્તારમાં જૈન સંપ્રદાયનાં ૧૦૦ વર્ષનાં સાધ્વજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા, તેમની પાલખી યાત્રા દરમિયાન એક શ્વાન પણ પાલખીની સાથે સાથે ચાલવા લાગ્યો હતો અને છેક પાંચ કિલોમીટર દુર ઉમરા સ્મશાન સુધી તે પાલખીની નીચે જ ચાલતો રહ્યો હતો.
પ્રાણીઓમાં રહેલી સંવેદનાને ઉજાગર કરતા આ બનાવની વિગત એવી છે કે, ૧૦૦ વર્ષના પિયુષ વર્ષા સાધ્વી મહારાજઆજે જી.ડી ગોએન્કા સ્કુલની સામે રામેશ્વરમ એપાર્ટમેન્ટમાં કાળધર્મ પામ્યા હતા. વેસુ વિસ્તારના ઉપાશ્રયમાં છેલ્લા કેટલાક સમયથી રહેતા સાધ્વી પિયુષ વર્ષા આ શ્વાનને ભોજન, પાણી આપવાની સાથે કરુણાભાવ અને પ્રેમ ભાવ રાખતા હતા.
જયારે સાધ્વી મહારાજની પાલખી કાઢવામાં આવી ત્યારે ત્યાં જ એક કુતરો પાલખીની સાથે સાથે અને પાલખી બરાબર નીચે ચાલવા લાગ્યો હતો, થોડીવાર બધાને લાગ્યું કે બધા ભેગા રહ્યા છે એટલે આપણી જોડે તે ચાલે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.