કોવેક્સિનનું બ્રાઝિલિયન વેરિએન્ટ પર સારુ પરિણામ જોવા મળ્યું,યૂએસ માર્કેટ માટે કોવૈકિસન ડેવલપ કર રહી છે આ કંપની

એક નવી સ્ટડી મુજબ ભારત બાયોટેક દ્વારા ડેવલપ કોવેક્સિનનું બ્રાઝિલિયન વેરિએન્ટ B.1.128.2 પર સારુ પરિણામ જોવા મળ્યું છે. આ સ્ટડી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની સાથે મળીને કરવામાં આવ્યું છે.

ઉલ્લેખીયનીય છે કે બ્રાઝિલિયન વેરિએન્ટમાં E484k મ્યૂટેશન સામેલ હોય છે જે અમેરિકન ન્યૂયોર્ક શહેરમાં જોવા મળ્યો હતો.  ભારતમાં કોરોનની બીજી લહેર માટે આને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

પોતાની સ્ટડીમાં ICMRએ દાવો કર્યો છે કે કોવેક્સીન કોરોનાના  B.1.1.7અને ભારતમાં જોવા મળી રહેલા ડબલ મ્યૂટેશન વેરિએન્ટ B.1.617ને બેઅસર કરવા4 માટે કારગત છે.

વેક્સિન સાઈન્ટિફિક એડવાઈઝરી બોર્ડ ઓફ ઓક્યૂજેનના ચેરપર્સન ડો. સતીશ ચંદ્રને સોમવારે કહ્યું કે આ સ્ટડીઝનું પરિણામ જોઈ તે ખુશ છે.  કોવેક્સિન કોરોનાના અનેક અલગ અલગ પ્રકારના વેરિએન્ટ પર મજબૂતીની સાથે મુકાબલો કરી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.