દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે.
ગુજરાતમાં વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પાલેજ ગામના સરપંચે સીએમને પત્ર લખીને મોબાઈલ ટાવરોને હટાવી દેવા માટે માંગ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે 5G ટેસ્ટિંગના કારણે ઘાતક રેડીએશન ફેલાઈ રહ્યો છે અને ટાવરોમાંથી નીકળતા ઝેરી રેડીએશનના કારણે હવા પણ ઝેરી બની રહી છે. આ ઝેરી હવાના કારણે લોકોના શરીરમાં ઑક્સીજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે
ગુજરાતના ગામડાઓમાં ઘણા લોકોને મોબાઈલ ટાવરને લઈને આશંકાઑ ઊભી થઈ ગઈ છે. ગુજરાતના ભરૂચના પાલેજ ગામ ખાતે મોબાઈલ ટાવરોને હટાવી દેવા માટે માંગ કરવામાં આવી છે.
બ્રિટનમાં પણ લોકો માની રહ્યા હતા કે આ ટાવરના કારણે જ કોરોના ફેલાઈ રહ્યો છે અને કેટલાક એવા અહેવાલ પણ સામે આવ્યા હતા કે મોબાઈલ ટાવરને આગને હવાલે કરી દેવામાં આવ્યા હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.