હિંદુ સમાજવાદી પાર્ટીના નેતા કમલેશ તિવારીની નિર્મમ હત્યા બાદ તેમના અસ્થિને લઈને તેમની માતા અને નાનો દીકરો ગંગા કિનારે વારાણસી પહોંચ્યા. આ સમયે કમલેશ તિવારીની માતાએ એક વાર ફરી યોગી સરકારની સાથે પીએમ મોદી પર પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર છે તમે કંઈ કહેવા ઇચ્છો છો આવો પ્રશ્ન કમલેશ તિવારીની માતાને કરવામાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું કે ‘મોદીજી જ્યાંના હોય ત્યાંના હશે, હું ભોલેના દરબારમાં આવી છું, મોદી અમારા ભગવાન નથી. અમે મોદીજી સાથે સંતુષ્ટ નથી. 4 દિવસ કહેવામાં આવ્યું હતું પણ 24 કલાકમાં જ હત્યારા પકડી લેવામાં આવ્યા હતા. શું કહું. પોલિસની સુરક્ષામાં વારાણસી લાવવામાં આવ્યા. હું મારી આઝાદીથી આવી શકી નહીં. જેટલી પોલિસ મારી સાથે છે એટલી બદમાશોની સાથે હોતી તો કદાચ તેઓ પકડાઈ જતા. 2 પોલિસવાળા મારા દીકરાની સાથે હોત તો આજે મારો દીકરો મારી સાથે હોત. અમને નજરકેદ કરવામાં આવ્યા છે.
‘કુસુમ તિવારી અહીં પણ અટકી નહીં. તેઓએ કહ્યું ‘જો હું કંઈ કહીશ તો જે દશા મારા દીકરાની થઈ છે તે મારી પણ થશે. મીડિયાને કહ્યું કે રોકાઈ જાઓ. 4 દિવસ પછી હું બધું બોલીશ, તમે સાંભળજો.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.