તમિલનાડુની એક હોસ્પિટલમાં એક રાતમાં ૧૩ દર્દીઓના મોત નિપજ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે ઓક્સિજનની અછતને કારણે મોત થયા છે.
ઉત્તરાખંડમાં પણ અહીના રુડકી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં ખામી સર્જાતા કોરોનાના પાંચ દર્દીના મોત નિપજ્યા હતા. તેથી ઓક્સિજનના અભાવે માત્ર ૨૪ કલાકમાં જ બન્ને રાજ્યોના મળી ૧૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
તમિલનાડુના ચેનગલપેટ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં રાતોરાત ૧૩ દર્દીઓના મોત નિપજતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે ઓક્સિજનની અછતનો મામલો ઉઠાવ્યો છે જ્યારે જિલ્લા કલેક્ટરનો દાવો છે કે ઓક્સિજનની અછત નહીં પણ તેના સપ્લાયની જે પાઇપ હોય તેમાં ટેક્નીકલ ખામી સર્જાઇ હતી, જેને પગલે દર્દીઓના મોત નિપજ્યા હતા.
ઓક્સિજનની મોટી અછત હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. ગત વર્ષે જ તમિલનાડુમાં ચૂંટણી યોજાઇ હતી અને સત્તા પરિવર્તન થયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.