હોસ્પિટલમાં બેડ ફૂલ થવા, દર્દીને ઓક્સીજન ન મળવો અને સાથે એમ્બ્યુલન્સની પણ સુવિધામાં મોડું થવું વગેરે બાબતો પણ ચેલેન્જ બની રહી છે. દરેકને લાગી રહ્યું છે કે કોરોનાની બીજી લહેર બાદ ભારત હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધી રહ્યું છે, આ માટે એક્સપર્ટે પોતાની વાત રજૂ કરી છે.
આપને જણાવી દઈએ કે હર્ડ ઈમ્યુનિટીનો અર્થ થાય છે કે વાયરસ એક દેશની મોટી આબાદીને સંક્રમિત કરે છે અને વધારે લોકોને વેક્સીન લાગ્યા બાદ શરીરમાં વાયરસની વિરોધમાં એન્ટીબોડી નબળી પડે છે.
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા કહે છે કે દિલ્હીમાં કોરોનાની ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં વાયરસ એટલો ફેલાયો છે કે હર્ડ ઈમ્યુનિટીનું સ્ટેજ આવ્યું છે. સીરો સર્વેમાં પણ 50-60 ટકા લોકોમાં એન્ટી બોડી હતી. આ આંકડા કહે છે કે દિલ્હીમાં હર્ડ ઈમ્યુનિટી થઈ છે પણ હવે સ્થિતિ બદલાઈ છે.
તેમાં હર્ડ ઈમ્યુનિટીની વાત કરવી મુશ્કેલ છે. એક્સપર્ટ કહે છે કે હર્ડ ઇમ્યુનિટીની મદદથી દેશને મહામારીથી બચાવી શકાશે નહીં. આ માટે વેક્સીનેશન પર ભાર મૂકવો જરૂરી છે. તેનાથી વાયરસની વિરોધમાં ખાસ હથિયાર બનાવવાનું રહે છે. વાયરસ સતત રૂપ બદલી રહ્યું છે. તેના અનેક મ્યુટેશન હોય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.