રાજ્યમાં દવાથી લઈને ઓક્સિજનની પણ અછત સર્જાઇ રહી છે. આજ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યા પર તો એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે લોકોને ઓક્સિજન બોટલ તો મળી જાય છે પરંતુ ઓક્સિજન બોટલ પર લગાવવાનું ફ્લો મીટર મળતું નથી અને જો ફ્લો મીટર મળી જાય છે તો તેમને બોટલ મળતી નથી. ત્યારે મુશ્કેલીમાં રહેલા ગુજરાતીઓની મદદે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ આવ્યા છે.
અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ ગુજરાતમાં વસતા લોકોની વ્હારે આવ્યું છે. વિશ્વ ઉમિયાધામ USAના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે તેઓ પોતાનાથી અંતે તમામ મદદ કરશે અને તેઓ ગુજરાતની પ્રજા માટે 1000 ઓક્સિજનના કોન્સન્ટ્રેટર મોકલશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન USAના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કર્યા બાદ 5 મે બુધવારના રોજ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભરેલું એક કાર્ગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર મોકલવામાં આવ્યું હતું.
ઓક્સિજન બાબતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન UAS દ્વારા જે સુવિધા કરવામાં આવી છે તે સુવિધા કરવા માટે આ સંસ્થાને 9 કરોડ કરતાં પણ વધુનો ખર્ચ થવાનો છે પરંતુ તેઓ ગુજરાતની મદદ કરવા માટે આ ખર્ચ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.